શ્રી નડેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ, નડાબેટ મુ-તા સુઈગામ

નડાબેટમાં નડેશ્વરી માતાજીનું ઐતિહાસિક પ્રાચીન મંદિર પાકિસ્તાનની સરહદ આવેલું છે

નડાબેટ માં આવવા માટે ગુજરાતના કોઈ પણ ભાગમાંથી બનાસકાંઠા જિલ્લાનું સુઈગામ જે તાલુકા પંથક છે ત્યાંથી 20 કિમી દૂર સુઈગામ થઈને અવાય છે નડાબેટ મંદિર નો વહીવટ શ્રી નડેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ નડાબેટ સુઈગામ કરે છે જે ટ્રસ્ટ દ્વારા શ્રી નડેશ્વરી માતાજીનું મંદિર તરફથી ભોજનશાળા રાત્રિ રોકાણ માટે VIP ભવન ગૌશાળા જેમાં 200 ગાયો છે અને નડાબેટમાં આજુબાજુ ૧૫ થી ૨૦ કિ.મી.ના ઘેરાવામાં કયાય ગામ ન હોવાથી પંખીઓ ખૂબ જ પ્રમાણમાં છે જેમને દરરોજ ૧૦૦ કિલો અનાજ દાણા નાખવા વગેરે ધાર્મિક પ્રવૃતિઓ આ ટ્રસ્ટ દ્વારા ચાલુ છે રામ નવમી મોટો મેળો ભરાય છે અને પદ્મ-ભૂષણ પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ બાપુ (દંતાણી વાળા) આવે છે અને તેમનો મોટો સહયોગ છે.

hero

શ્રી નડેશ્વરી માતાજીના મંદિરનો દર્શન તથા આરતીનો સમય

ખાસ નોંધ:- નડાબેટ મંદિર બોર્ડર વિસ્તારની અંદર આવતો હોવાથી રાત્રે 08:00 થી સાવરે 05:00 સુધી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ છે એટલે કોઈ પણ યાત્રિકોને રાત્રે 08:00 વાગ્યા પછી રસ્તામાં જલોયા થી આગળ એન્ટ્રી મળશે નહિ જેની ખાસ નોંધ લેવી

આરતી નો સમય સવારે 05:00 વાગે સાંજે 06:30 વાગે
મંદિરનો દર્શન નો સમય સવારે 06:00 થી રાત્રે 07:30 કલાકે
સતત ૧૩ કલાક મંદિર ખુલ્લુ રાખવામાં આવે છે
ભોજન શાળાનો સમય સવારે ૧૦:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી
ભોજન શાળાનો સમય સાંજે 8:00 થી 9:00 સુધી
પહેલા ભોજનશાળામાં બુકિંગ કરાવવાનું રહેશે

શ્રી નડેશ્વરી માતાજીમા ભોજનશાળા ગૌશાળા

શ્રી નડેશ્વરી માતાજીમા ભોજનશાળા ગૌશાળા પંખીઓને ચણ, અખંડ જ્યોત વગેરેમાં આપ દાન આપી શકો છો સંસ્થા ને આપેલ દાન 80-G હેઠળ કરમુક્ત ને પાત્ર છે.
તથા ભોજનશાળામાં આપ ના સ્વજન ની પુણ્યતિથિ તારીખ જન્મ તિથિ તારીખ લગ્ન તિથિ તારીખ શ્રાધ વગેરે કોઈપણ તિથિ તારીખ સ્વજનોના નામો લેખ સાથે તિથિ તારીખ લખાવી શકો છો
શનિ રવિ અને જાહેર તહેવારોના ૫૧,૦૦૦ એક દિવસના અથવા જે ખર્ચ થાય તે
બાકીના દિવસોમાં 25,000 એક દિવસના મિષ્ટાન સાથેના
મંદિરમાં દાન વગેરે ની વધુ માહિતી માટે સંપર્ક કરવો. થાનાજી રાજપૂત મો:- 9904369044

V.I.P અતિથિ ભવન

મંદિર ટ્રસ્ટ દ્વારા રાત્રે રોકાણ માટે વીઆઈપી અતિથિ ભવન બનાવેલ છે જેનું ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે જેમાં એક રૂમમાં ત્રણ બેડ, ઉભુ સંડાશ બાથરૂમ, ગરમ પાણી , ઓઢવાના ધાબળા વગેરેની સુવિધા મળશે રૂમ માટે અગાઉથી ઓનલાઈન બુકિંગ YatraDham.Org કરાવવાનું રહેશે તો જ રૂમ મળશે વધુ માહિતી માટે સંપર્ક કરવો મો:- 9909346963

gallery

V.I.P અતિથિ ભવન

ધર્મશાળા

60-રૂમ જેનું ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે YatraDham.org Website

gallery

રૂમ

એક રૂમમાં ત્રણ બેડ, ઉભુ સંડાશ બાથરૂમ, ગરમ પાણી , ઓઢવાના ધાબળા વગેરેની સુવિધા મળશે.જેનું ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે

gallery

ભોજનશાળા

બપોરે ૩૦થી વધારે સાંજે પાંચ વ્યક્તિ કરતાં વધારે માણસો જમવાનું હોય એક દિવસ અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવવાનું રહેશે.

gallery

સચિદાનંદ સત્સંગ હોલ

૧૨૦૦૦ ચોરસ ફુટ વિશાળ હોલ છે જેનું પણ અગાઉથી બુકીંગ કરવાનું રહેશે તથા વધુ માહિતી માટે સંપર્ક કરો:- 9909346963

gallery

ગૌશાળા

ગૌશાળા જેમાં 200 ગાયો છે શ્રી નડેશ્વરી માતાજીમા ભોજનશાળા ગૌશાળા પંખીઓને ચણ, અખંડ જ્યોત વગેરેમાં આપ દાન આપી શકો છો.

gallery

ચબુતરો

પંખીઓ જેમને દરરોજ ૧૦૦ કિલોના અનાજ દાણા નાખવા વગેરે ધાર્મિક પ્રવૃતિઓ આ ટ્રસ્ટ દ્વારા ચાલુ છે

વિશાળ હોલ -રસોડું

નાડાબેટ મંદિરમાં કોઈ પણ ધાર્મિક પ્રસંગ સમાજ ની મીટીંગ ફંકશન સમૂહ લગ્ન ધાર્મિક કથાઓ વગેરે માટે શ્રી સચિદાનંદ સત્સંગ હોલ બનાવેલ છે જે 6૦૦૦ ચોરસ ફુટ વિશાળ હોલ છે
જેનું પણ અગાઉથી બુકીંગ કરવાનું રહેશે તથા વધુ માહિતી માટે સંપર્ક કરો મો:- 9909346963


પોતાનું અલગથી રસોડું બનાવવા માટે રસોડુ બનાવવાની જગ્યા અને પાણીની સુવિધાઓ મળશે જે રસોડું પણ અગાઉથી બુકિંગ કરાવવાનો રહેશે તથા વધુ માહિતી માટે સંપર્ક કરો મો:- 9909346963

મંદિરને કોઈપણ માહિતી માટે પ્રમુખ શ્રી હરજીભાઈ રાજપૂત મો:- 9898625839